વેપાર ખાધ ઘટાડવા ટ્રમ્પે અમેરિકનોને કરી કેળાં ન ખાવાની અપીલ કરી બોલો..! Sep 18, 2026 નવી દિલ્હી,અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિવાદાસ્પદ અને અનોખા નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં તેમણે દેશની વેપાર ખાધને સમજાવવા માટે એક અત્યંત અજીબોગરીબ અને ચોંકાવનારો તર્ક રજૂ કર્યો છે. ટ્રમ્પે અમેરિકી નાગરિકોને કેળાં ખાવાનું બંધ કરી દેવાની અપીલ કરી છે, જેના કારણે રાજકીય અને આર્થિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સમજાવ્યું કે જો અમેરિકા અન્ય દેશો પાસેથી અબજો રૂપિયાના કેળા ખરીદે છે, તો તેનો અર્થ એ થાય કે દેશ બહાર નાણાં મોકલી રહ્યો છે અને તેનાથી વેપાર ખાધ વધી રહી છે. આ આર્થિક ખાધને દૂર કરવા માટે તેમણે લોકોને હસી મજાકમાં કેળા ખાવાનું છોડી દેવાની સલાહ આપી હતી, જેથી વિદેશી આયાત પર જતા નાણાં બચાવી શકાય. ટ્રમ્પના મતે, જે રાષ્ટ્ર પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન ન કરી શકે અથવા આત્મનિર્ભર ન બને, તે લાંબો સમય આર્થિક રીતે ટકી શકતું નથી. વર્તમાન સમયમાં અમેરિકામાં પ્રોટીન અને બીફ (માંસ)ના વધતા ભાવ વહીવટીતંત્ર માટે મોટો પડકાર બન્યા છે. આગામી મધ્યસત્ર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક બજારમાં માંસના ભાવ ઘટાડવા માટે તેમની સરકારે આગામી ૯૦ દિવસમાં ઘટાડેલા ટેરિફ દરે ૩,૦૦,૦૦૦ ટન સુધીના ગ્રાઉન્ડ બીફની આયાતને મંજૂરી આપવાની જાહેરાત પણ કરી છે. Previous Post Next Post