RERA રજિસ્ટ્રેશનમાં ૩ વર્ષમાં નવા પ્રોજેક્ટ્સનો ગ્રાફ ગગડ્યો! Oct 09, 2026 રાજકોટ,રાજ્યમાં રાજકોટનો હિસ્સો ૮.૬૩%થી ઘટીને ૫.૩૬% થયોવર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજકોટમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટો ધમધમાટ હતો. જે વર્ષે કુલ ૧૫૭ નવા પ્રોજેક્ટ્સ રેર રેડ હેઠળ રજિસ્ટર્ડ થયા હતા, જેમાં ૪૪ રેસિડેન્શિયલ, ૩૫ કોમર્શિયલ, ૭૬ મિક્સ્ડ યુનિટ અને ૨ પ્લોટેડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો. આ સમયે સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા કુલ ૧૮૧૮ પ્રોજેક્ટ્સમાંથી રાજકોટનો હિસ્સો ૮.૬૩ ટકા જેટલો ઊંચો હતો.જોકે, વર્ષ ૨૦૨૫-૨૬માં રજિસ્ટ્રેશનો પ્રવાહ નીચે આવ્યો હતો. એ વર્ષે કુલ પ્રોજેક્ટ્સ ઘટીને ૧૦૯ પર પહોંચી ગયા હતા, જેમાં ૪૧ રેસિડેન્શિયલ, ૨૦ કોમર્શિયલ, ૩૯ મિક્સ્ડ અને ૧ પ્લોટેડ પ્રોજેક્ટ હતો. રાજ્યના કુલ ૧૧૦૬ પ્રોજેક્ટ્સ સામે રાજકોટનો ટકાવારી હિસ્સો વધીને ૯.૮૬ ટકા થઈ ગયો હતો. વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં રાજકોટમાં માત્ર દસ નવા પ્રોજેક્ટ્સ જ રેરા હેઠળ નોંધાયા છે, જેમાં ૧૫ રેસિડેન્શિયલ, ૧૩ કોમર્શિયલ અને ૧૪ મિક્સ્ડ પ્રોજેક્ટ્સ છે, જ્યારે પ્લોટેડ પ્રોજેક્ટ્સમાં ખાતું પણ ખુલ્લું નથી. આ સાથે રાજ્યના કુલ ૭૭૯ પ્રોજેક્ટ્સમાં રાજકોટનો હિસ્સો ઘટીને માત્ર ૫.૩૬ ટકા પર આવી ગયો છે.પ્રોજેક્ટ એક્સ્ટેન્શનના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૨ પ્રોજેક્ટ્સ માટે એક્સ્ટેન્શન લેવામાં આવ્યું હતું, જ્યારે ૨૦૨૫-૨૬માં આ આંકડો વધીને ૫૫ પ્રોજેક્ટ્સ પર પહોંચી ગયો હતો. વર્તમાન વર્ષ ૨૦૨૬-૨૭માં પણ અત્યાર સુધીમાં ૩૦ પ્રોજેક્ટ્સમાં બિલ્ડરોએ સમયમર્યાદા લંબાવવા માટે એક્સ્ટેન્શન મેળવ્યું છે. Previous Post Next Post