ચોમાસાના વિરામ બાદ આવતી કાલથી ગીર સફારીનો પ્રારંભપેટા

ચોમાસાના વિરામ બાદ આવતી કાલથી ગીર સફારીનો પ્રારંભપેટા

જૂનાગઢ,

વન વિભાગની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન પરમિટ બુકિંગ શરૂ

જૂનાગઢ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સાસણ-ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે ખુશખબર સામે આવ્યા છે. ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવોના પ્રજનનકાળ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીર જંગલ સફારી ચાર મહિના માટે બંધ રાખવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ વેકેશન ૧૬ ઓક્ટોબર સુધી ચાલતું હોય છે, પરંતુ આ વર્ષે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે વેકેશન ૯ દિવસ વહેલું પૂર્ણ કરવામાં આવ્યું છે, જેના પગલે આવતીકાલથી એટલે કે ૯ ઓક્ટોબરથી ગીર જંગલ સફારીનો પ્રારંભ થશે.

વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગીર જંગલની મુલાકાત લેવા માટે ઉત્સુક પ્રવાસીઓ વન વિભાગની અધિકૃત વેબસાઈટ પરથી અગાઉથી જ ઓનલાઈન પરમિટ બુક કરાવી શકે છે. ઓનલાઈન બુકિંગ શરૂ થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવ સહેલાણીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

You may also like

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

શ્વાન નિયંત્રણ ડેટા મુદ્દે ગુજરાત સરકારના અધૂરા એફિડેવિટ સામે હાઈકોર્ટના તીખા સવાલો

શ્વાન નિયંત્રણ ડેટા મુદ્દે ગુજરાત સરકારના અધૂરા એફિડેવિટ સામે હાઈકોર્ટના તીખા સવાલો

અભિનેતા નસીરુદ્દીન શાહનો 'બૌદ્ધિક નક્સલ' ચહેરો બહુ મોડો ખુલ્લો પડ્યો

અભિનેતા નસીરુદ્દીન શાહનો 'બૌદ્ધિક નક્સલ' ચહેરો બહુ મોડો ખુલ્લો પડ્યો