ન્યાયી ચૂંટણી થાય તો જ પરિણામ માન્ય રાખીશ: ટ્રમ્પની ધમકી Oct 28, 2026 નવી દિલ્હી,ટેક્સાસમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પરિણામો સામે અગાઉથી જ શંકા વ્યક્ત કરીટેક્સાસ ખાતે ચૂંટણી પ્રચાર માટે રવાના થતાં પહેલાં એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો ચૂંટણી સંપૂર્ણપણે ઈમાનદારી અને પારદર્શક રીતે યોજાશે તો જ તેઓ તેના પરિણામોનું સન્માન કરશે અને તેનો સ્વીકાર કરશે.હાલ અનેક રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીને ચૂંટણી મેદાનમાં કડાકા અને કઠિન પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના બંને ગૃહો પર કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે તે નક્કી કરનાર આ મિડટર્મ ચૂંટણી અગાઉ ટ્રમ્પ દ્વારા હાર ભાળી જતા અગાઉથી જ શંકા વ્યક્ત કરવામાં આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ટ્રમ્પ હાલ ટેક્સાસમાં રિપબ્લિકન ઉમેદવાર કેન પેક્સ્ટનના સમર્થનમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ તેમના આ શરતી નિવેદને દેશભરમાં નવી ચર્ચાઓ જગાવી છે. Previous Post Next Post