ગાંધીનગર મનપામાં એઆઈનો ગેરઉપયોગ કરી વગરકામે જ બિલ પાસ કરાવાનું કૌભાંડ Oct 28, 2026 ગાંધીનગર,રસ્તા-શેડ બનાવ્યા વગર જ કૃત્રિમ ફોટા અપલોડ કરી નાણાં પડાવવાનો પર્દાફાશગાંધીનગર મનપાના વોર્ડ નંબર 11માં જમીન પર વાસ્તવિક ધોરણે કોઈપણ પ્રકારના રસ્તા, શેડ કે ફેન્સિંગનું કામ કર્યા વગર જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવટી અને નકલી ફોટોગ્રાફ્સ તેમજ સર્ટિફિકેટ તૈયાર કરીને સરકારી બિલ મંજૂર કરાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશસમાં આવ્યું છે.આ પ્રકરણમાં મુખ્ય કોન્ટ્રાક્ટર 'સમીર કન્સ્ટ્રક્શન એજન્સી' દ્વારા અંદાજે રૂ. 70થી 80 લાખના વિકાસ કાર્યોનો પેટા કોન્ટ્રાક્ટ હર્ષવર્ધન નામના ભૂતપૂર્વ આઉટસોર્સિંગ કર્મચારીને આપવામાં આવ્યો હતો. આ કર્મચારીએ ઇજનેરી વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે સાંઠગાંઠ રચીને સ્થળ પર કામ કર્યા વિના જ એઆઈ જનરેટેડ ફોટા સોફ્ટવેરમાં અપલોડ કરી દીધા હતા. સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંડોવાયેલા જવાબદાર ઇજનેરોની સામૂહિક બદલીના આદેશો આપવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા આ માને લઈને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. Previous Post Next Post