દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

7.6 કિલોમીટર લાંબી માલગાડીએ ઓસ્ટ્રેલિયાનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

દક્ષિણ આફ્રિકાની સરકારી ટ્રાન્સપોર્ટ અને રેલવે કંપની 'ટ્રાન્સનેટ ફ્રેઈટ રેલ' દ્વારા એકસાથે 696 ડબ્બા (વેગન) ધરાવતી 7.6 કિલોમીટર લાંબી વિશાળ માલગાડી સફળતાપૂર્વક દોડાવીને નવો વર્લ્ડ રેકોર્ડ કાયમ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાની 'બીએચપી આયર્ન ઓર' દ્વારા સ્થાપિત 7.35 કિલોમીટર લાંબી અને 682 ડબ્બા ધરાવતી ટ્રેનનો 25 વર્ષ જૂનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડી પાડ્યો છે.

દક્ષિણ આફ્રિકાની ઓર કોરિડોર લાઇન પર આયર્ન ઓર ખાણ વિસ્તારથી લઈને તટીય વિસ્તારમાં આવેલ 'સલ્દાનહા બે' પ્રદેશ સુધી અંદાજે 860 કિલોમીટરનું અંતર આ માલગાડીએ સફળતાપૂર્વક કાપ્યું હતું. અતિશય લાંબી અને ભારે ટ્રેનને ખેંચવા માટે ટ્રેનની વચ્ચે વચ્ચે અનેક ઈલેક્ટ્રિક તથા ડીઝલ એન્જિનો ગોઠવવામાં આવ્યા હતા.

You may also like

યુ.પી.માં શેરડીમાંથી ઈકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ

યુ.પી.માં શેરડીમાંથી ઈકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ

'અર્નબ' વાવાઝોડાનું કાકીનાડા પાસે ભયાનક રીતે ત્રાટક્યું

'અર્નબ' વાવાઝોડાનું કાકીનાડા પાસે ભયાનક રીતે ત્રાટક્યું

ગાંધીનગર મનપામાં એઆઈનો ગેરઉપયોગ કરી વગરકામે જ બિલ પાસ કરાવાનું કૌભાંડ

ગાંધીનગર મનપામાં એઆઈનો ગેરઉપયોગ કરી વગરકામે જ બિલ પાસ કરાવાનું કૌભાંડ

વાવાઝોડા સામે રક્ષણ માટે આંધ્ર-ઓડિશામાં 4000 શેલ્ટર્સ તૈયાર

વાવાઝોડા સામે રક્ષણ માટે આંધ્ર-ઓડિશામાં 4000 શેલ્ટર્સ તૈયાર