ઇન્ડિગોમાં હવે 2 વર્ષથી નાના બાળકને ખોળામાં બેસાડવાનું 3 હજાર ભાડું, સામાનના ચાર્જમાં પણ વધારો

ઇન્ડિગોમાં હવે 2 વર્ષથી નાના બાળકને ખોળામાં બેસાડવાનું 3 હજાર ભાડું, સામાનના ચાર્જમાં પણ વધારો

નવી દિલ્હી ,

દેશની અગ્રણી અને સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો દ્વારા ઇન્ડિગોની નવી સુધારેલી માળખાકીય નીતિ મુજબ, બે વર્ષથી ઓછી વયના બાળકો માટેનું હવાઈ ભાડું હવે વધારીને ₹૩,૦૦૦ પ્રતિ સેક્ટર કરી દેવામાં આવ્યું છે, જે અગાઉ ₹૨,০০০ હતું. આ ફેરફારથી હવે નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારજનોના ખિસ્સા પર વધારાનો ભાર પડશે. નિયમો અનુસાર, આ શિશુઓ સામાન્ય રીતે કોઈ અલગ સીટ ફાળવ્યા વગર પુખ્ત મુસાફરના ખોળામાં પ્રવાસ કરે છે.

એરલાઇને એક્સ્ટ્રા બેગેજ એટલે કે વધારાના સામાનના ચાર્જમાં પણ હવે પ્રતિ કિલોગ્રામ દીઠ ₹૮၀၀ ચૂકવવા પડશે, જે અગાઉ ₹૭૦૦ પ્રતિ કિલો હતો. આ ઉપરાંત, પ્રાયોરિટી ચેક-ઈન અને બોર્ડિંગ જેવી 'ફાસ્ટ ફોરવર્ડ'  સેવાઓનો ચાર્જ પણ અગાઉના ₹૪૫૦થી વધારીને ₹૬૫૦ પ્રતિ મુસાફર કરી દેવામાં આવ્યો છે. મુસાફરોનું માનવું છે કે આ પ્રકારના અચાનક અને ક્રમિક વધારાથી પરિવાર સાથે પ્રવાસ કરવાનું આયોજન વધુ ખર્ચાળ બની જશે. એરલાઇન દ્વારા આ સુવિધાઓને વૈકલ્પિક એડ-ઓન સેવાઓ તરીકે ગણાવવામાં આવી છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન