ઈરાનમાં મોંઘવારીએ તોડ્યા રેકોર્ડ, એક પ્લેટ ભોજન માટે ફાંફાં

ઈરાનમાં મોંઘવારીએ તોડ્યા રેકોર્ડ, એક પ્લેટ ભોજન માટે ફાંફાં

નવી દિલ્હી,

ફુગાવાનો દર ૮૮.૭% ને પાર, ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર 

ઈરાનમાં વર્તમાન સમયે રેકોર્ડતોડ મોંઘવારી અને ગંભીર આર્થિક સંકટને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દેશમાં વાર્ષિક સરેરાશ મોંઘવારી દર વધીને 76.8% થઈ ગયો છે, જ્યારે ફુગાવાનો દર 88.7% અને ગ્રામીણ વિસ્તારોમાં તો તે 107% ને પાર પહોંચી ગયો છે.

દેશમાં ખાદ્યપદાર્થોના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા એક વર્ષમાં ખાવાના તેલના ભાવમાં 255% નો તોતિંગ વધારો થયો છે જ્યારે દૂધ, પનીર અને ઈંડાના ભાવમાં 154% નો ઉછાળો આવ્યો છે. સરકારી સબસીડી હટાવ્યા બાદ બ્રેડના એક પેકેટની કિંમત અગાઉની 23,800 તોમાનથી વધીને સીધી 60,000 તોમાન પર પહોંચી ગઈ છે. આ ભયાનક મોંઘવારીને કારણે સામાન્ય નાગરિકો માટે બે ટાઈમનું ભોજન અને પૌષ્ટિક આહાર મેળવવો મુશ્કેલ બની ગયો છે. દેશમાં આર્થિક મંદીના કારણે આશરે 14 લાખ નોકરીઓ પર ખતરો મંડરાઇ રહ્યો છે. વળી, આગામી શિયાળાની ઋતુમાં ઈરાનના 11 જેટલા પ્રાંતોમાં ભારે ગેસની અછત સર્જાવાની આશંકા છે.

You may also like

વિદેશીઓ ભારતની બાબતમાં દખલ ન કરી શકે: હાઈકોર્ટ લાલઘૂમ

વિદેશીઓ ભારતની બાબતમાં દખલ ન કરી શકે: હાઈકોર્ટ લાલઘૂમ

બનાસકાંઠામાં મોદીના હસ્તે વિકાસની ભેટ: કિસાન નિધિનો 24મો હપ્તો રિલીઝ

બનાસકાંઠામાં મોદીના હસ્તે વિકાસની ભેટ: કિસાન નિધિનો 24મો હપ્તો રિલીઝ

ચક્રવાત અર્નબનો કહેર: દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ચક્રવાત અર્નબનો કહેર: દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

સોમનાથમાં સગીરાઓના ધર્માંતરણનું મોટું ષડયંત્ર

સોમનાથમાં સગીરાઓના ધર્માંતરણનું મોટું ષડયંત્ર