સોમનાથમાં સગીરાઓના ધર્માંતરણનું મોટું ષડયંત્ર Oct 30, 2026 કોડીનાર,ઉનાવા દરગાહમાં બુરખો પહેરાવી કલમા પઢાવ્યાનો ઘટસ્ફોટકોડીનારની બે સગીરાઓને ફોસલાવીને મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે આવેલી દાતારબાપુની દરગાહમાં લઈ જવામાં આવી હતી. અહીં તેમને ત્રણ દિવસ સુધી રોકી રાખીને બુરખો પહેરાવવામાં આવ્યો હતો તેમજ મૌલવી દ્વારા કલમા પઢાવીને ધર્મપરિવર્તન કરાવવાની ગંભીર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સગીરાઓ હેમખેમ પરત ફર્યા બાદ પરિવારજનો સમક્ષ આપવીતી વર્ણવતાં સમગ્ર હિચકારા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો હતો અને પરિવારે સીધો કોડીનાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઉનાવા દરગાહના મૌલવી સહિત ચાર શખ્સોને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ હાજીભાઇ સંધી (રહે. કોડીનાર, ગીર સોમનાથ), આસીફ કવાલી ઉર્ફે મરાઠી (મૌલવી, ઉનાવા દરગાહ, જિ. મહેસાણા), નીશાદ કાજી (રહે. ધોરાજી, જિ. રાજકોટ) અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે. Previous Post Next Post