બનાસકાંઠામાં મોદીના હસ્તે વિકાસની ભેટ: કિસાન નિધિનો 24મો હપ્તો રિલીઝ Oct 30, 2026 ભીલડી/કેવડિયા,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભીલડીમાં રૂ. 14 હજાર કરોડના પ્રકલ્પો ખુલ્લા મૂકાયાવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રવાસની શરૂઆત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી કરવામાં આવી છે, જ્યાં તેમણે રૂ. 14 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડૂતો માટે 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજના અંતર્ગત 24મા હપ્તાની રકમ સીધી બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરાવી હતી તેમજ ઉત્તર ગુજરાતને જોડતી બે નવી પેસેન્જર ટ્રેનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભીલડી ખાતે આવેલ 127 એકરમાં વિસ્તરેલા અદ્યતન 'BBBRC કેટલ ફાર્મ'ની મુલાકાત લઈ તેમણે પશુપાલક મહિલાઓ અને સૈનિક સ્કૂલના બાળકો સાથે વિશેષ સંવાદ પણ સાધ્યો હતો. આ પ્રવાસના બીજા ચરણમાં વડાપ્રધાન સાંજે નર્મદા જિલ્લાના કેવડિયા (એકતાનગર) પહોંચશે, જ્યાં તેઓ 'ભારત પર્વ પેવેલિયન'ની મુલાકાત લેશે, 'આનંદ મઠ' નાટકના મંચનમાં ઉપસ્થિત રહેશે અને નર્મદા ઘાટ પર ભવ્ય મહાઆરતીમાં સહભાગી થશે. Previous Post Next Post