નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર

નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર

નવી દિલ્હી,

સબસિડી, બુકિંગ અને કિંમતો અંગે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નવા ફેરફારોની સમીક્ષા

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે ઘરેલું અને વ્યાપારી (કોમર્શિયલ) LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે, જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ટેક્સટાઇલ અને અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા સ્થળો પર પડે છે.

સરકાર દ્વારા જારી કરાયેલા નવા દિશા-નિર્દેશો મુજબ, જો ગ્રાહકોએ સરકારી સબસિડીનો લાભ મેળવવો હોય તો તેમના માટે બાયોમેટ્રિક આધાર ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. જે ગ્રાહકોએ અગાઉ આ પ્રક્રિયા પૂરી કરી લીધી છે તેમને ફરીથી કરવાની જરૂર નથી, પરંતુ બાકી રહેલા ગ્રાહકોએ સંબંધિત ગેસ એજન્સી કે સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન દ્વારા આ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી લેવી પડશે.

આ ઉપરાંત, PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) અંગે પણ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નિયમો અનુસાર, જે ઘરોમાં PNG કનેક્શન સક્રિય છે ત્યાં ઘરેલું LPG સિલિન્ડર રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી. ગ્રાહકોએ PNG કનેક્શન મેળવ્યાના ચોક્કસ સમયગાળામાં અગાઉનું ઘરેલું LPG કનેક્શન કાં તો પરત કરવાનું રહેશે અથવા તેને 'ટ્રાન્સફર વાઉચર'માં રૂપાંતરિત કરવું પડશે, જેથી તેનો ઉપયોગ અન્ય સ્થળે થઈ શકે.

You may also like

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા

પોરબંદરમાં શન્ટિંગ દરમિયાન શાલીમાર એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતર્યા

નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર

નવેમ્બરથીરાંધણગેસ અને પાઇપ ગેસના નિયમોમાં ધરખમ ફેરફાર