દિલ્હીમાં સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી 19 વિપક્ષોની માર્ચ

દિલ્હીમાં સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી 19 વિપક્ષોની માર્ચ

નવી દિલ્હી,

ઇ.સી. ઓફિસથી 300 મીટર દૂર તમામને અટકાવતા ભારે તંગદિલી

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી સામે આજે 19 પક્ષો રસ્તા પર ઉતર્યા છે, જેમાં 250 સાંસદોના સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 'SIR' અને ચૂંટણી પ્રક્રિયાના વિરોધમાં 'ઇન્ડિયા' ગઠબંધન દ્વારા સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢવામાં આવી રહી છે. આશરે 3 કિલોમીટર લાંબી આ માર્ચમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, અભિષેક બેનર્જી સહિત આશરે 150 થી 250 જેટલા વિપક્ષી સાંસદો સામેલ છે. તમામે મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.  કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, એનસીપી (શરદ પવાર જૂથ), વામપક્ષી પક્ષો સહિત કુલ 19 પક્ષો આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. વિપક્ષી માર્ચને રોકવા માટે દિલ્હી પોલીસ દ્વારા પાંચ સ્તરીય (ફાઇવ-લેયર) બેરિકેડિંગ કરવામાં આવી છે. સાંસદોને ટ્રાન્સપોર્ટ ભવન અને નીતિ આયોગ પાસે રોકવામાં આવ્યા છે અને કોઈને પણ પટેલ ચોક કે ચૂંટણી પંચ તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી.

You may also like

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

MLC ચૂંટણીમાં  મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

MLC ચૂંટણીમાં મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો