એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ અપાવ્યા બાદ  હરમનપ્રીત કૌરે છોડી કેપ્ટનશિપ

એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ અપાવ્યા બાદ હરમનપ્રીત કૌરે છોડી કેપ્ટનશિપ

નવી દિલ્હી,

ભારતીય મહિલા ક્રિકેટમાં અનેક તર્ક-વિતર્ક સાથે સૌને આશ્ચર્ય

ભારતીય મહિલા ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાને પોતાની શાનદાર આગેવાની હેઠળ અનેક ઐતિહાસિક સફળતાઓ અપાવનાર અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલી ૨૦૨૬ એશિયન ગેમ્સમાં તેમના નેતૃત્વ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સતત બીજી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મહત્ત્વપૂર્ણ મેચમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાની ટીમને ૧૪૭ રનના વિશાળ અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. દેશ માટે મોટી સિદ્ધિ હાંસલ કર્યા બાદ હરમનપ્રીત કૌરે કેપ્ટન પદેથી હટવાનો નિર્ણય કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પોતાના આ નિર્ણય વિશે તેમણે ભાવનાત્મક અંદાજમાં જણાવ્યું હતું કે, આ ટીમ માટે મેં મારું લોહી, પરસેવો અને મારી રમતનું સર્વસ્વ આપી દીધું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આગળ લઈ જવા માટે મેં મારું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. જોકે, તેમના આ અચાનક લીધેલા નિર્ણયથી ક્રિકેટ રસિકોમાં ભારે ચર્ચા જાગી છે.

You may also like

દિલ્હીમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની રેલીને કોક્રોચોનું સમર્થન

દિલ્હીમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની રેલીને કોક્રોચોનું સમર્થન

સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે

વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે