જર્મનીમાં રોબોટ દ્વારા ૧૬ વર્ષની સગીરા સાથે અશ્લીલ હરકત! Oct 14, 2026 નવી દિલ્હી ,હ્યુમનોઇડ રોબોટને રિમોટથી કંટ્રોલ કરી બે યુવકોએ દુષ્કૃત્ય આચરી લાઇવસ્ટ્રીમિંગ કર્યુંજર્મનીના કોલોન શહેરમાં 'આયર્ન મેન' જેવા આકાર ધરાવતા એક હ્યુમનોઇડ રોબોટે ૧૬ વર્ષની એક સગીરા સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ બનાવમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તકનીકી ખામી નહીં, પરંતુ રોબોટને રિમોટ કંટ્રોલથી સંચાલિત કરી રહેલા બે યુવકોની સંડોવણી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.બંને આરોપી યુવકોએ રોબોટના માધ્યમથી આ શરમજનક કૃત્ય આચરવાની સાથે સમગ્ર ઘટનાનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરીને ઇન્ટરનેટ પર વિડિયો પ્રસારિત પણ કર્યો હતો. મશીનની આડમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચી જવા પામી છે. Previous Post Next Post