આંગણવાડીના ગરમ ભોજન દરમાં ૬૭% નો જંગી વધારો

આંગણવાડીના ગરમ ભોજન દરમાં ૬૭% નો જંગી વધારો

ગાંધીનગર,

૧૬ લાખ બાળકોના પોષણ માટે વાર્ષિક રૂ. ૮૦ કરોડનો વધારાનો બોજ રાજ્ય સરકાર ઉઠાવશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત રાજ્યની ૫૩,૬૦૫ આંગણવાડીઓમાં અભ્યાસ કરતા ૩ થી ૬ વર્ષના ૧૬ લાખથી વધુ ભૂલકાંઓને પીરસાતા ગરમ ભોજન—હૉટ કુક્ડ મીલ માટે સ્થાનિક ખરીદીના દર પ્રતિ બાળક રૂ. ૫.૧૦ થી વધીને સીધા રૂ. ૮.૫૦ કરી દેવામાં આવ્યા છે.

આ દરમાં કરાયેલા ૬૭ ટકાના જંગી વધારાથી આંગણવાડી કાર્યકરોને ગુણવત્તાસભર અને તાજી સામગ્રી ખરીદવા માટે મજબૂત નાણાકીય ટેકો મળશે. દૈનિક દર દીઠ થયેલા રૂ. ૩.૪૦ ના આ વધારાનો વાર્ષિક આશરે રૂ. ૮૦ કરોડનો તમામ ખર્ચ રાજ્ય સરકાર સંપૂર્ણપણે પોતાના ભંડોળમાંથી ઉઠાવશે.

નવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેનુમાં પ્રોટીનયુક્ત આહાર જેવાં કે ફણગાવેલા મગ, મસાલા ચણા, તુવેરદાળ, મગ-ભાત ઉપરાંત ગુજરાતી વાનગીઓમાં દૂધીના ઢેબરા, ગરમાગરમ સુખડી, શીરો, ઢોકળાં, ઈડલી, મોસમી શાકભાજીના મુઠિયાં અને તાજાં ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનો આ અભિગમ ૧૬ લાખથી વધુ બાળકોને કુપોષણમુક્ત, સ્વસ્થ અને તેજસ્વી બનાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

You may also like

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

હળવા વરસાદની આગાહી વચ્ચે પારો બે ડિગ્રી ડાઉન: અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઠંડીનો ચમકારો

હળવા વરસાદની આગાહી વચ્ચે પારો બે ડિગ્રી ડાઉન: અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઠંડીનો ચમકારો

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો