રામનાથપરા સ્મશાનમાં ઓર્કેસ્ટ્રા આરતીથી ભય-અંધશ્રદ્ધા દૂર થઈ Oct 19, 2026 રાજકોટ,ભક્તિમય સંગીત અને આરતીથી ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓમાં સકારાત્મક ચેતનાનો સંચારરાજકોટના આજી નદી કિનારે આવેલા રામનાથપરા સ્મશાન પરિસરમાં આવેલા રામનાથ મહાદેવના પવિત્ર મંદિરે દરરોજ ગૂંજતી વિશેષ ઓર્કેસ્ટ્રા આરતી અને ભક્તિમય સંગીતથી અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ ભક્તોમાં એક નવી આધ્યાત્મિક અને સકારાત્મક ચેતના જાગૃત થઈ છે.સામાન્ય રીતે સ્મશાન ભૂમિને ડર, શોક અને અમંગળ સ્થળ માનવામાં આવતું હોય છે, પરંતુ રામનાથપરા સ્મશાન ખાતે હાથ ધરાયેલી આ ઝુંબેશથી નાગરિકોનો સ્મશાન પ્રત્યેનો દૃષ્ટિકોણ સાવ બદલાઈ ગયો છે. આ પવિત્ર ધામમાં દિવ્ય ઓર્કેસ્ટ્રાના સૂર સાથે થતી મહાદેવની આરતીનો લાભ લેવા માટે માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ નવીન પહેલના પરિણામે લોકોના મનમાંથી ભય, અંધશ્રદ્ધા અને નકારાત્મકતા દૂર થઈ છે અને સ્મશાન પરિસર હવે એક પવિત્ર શ્રદ્ધા અને ચેતનાના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. Previous Post Next Post