એસટીની વોલ્વો બસોમાં એક જ વર્ષમાં મુસાફરોની સંખ્યામાં ૧૩૮.૫૦%નો ઉછાળો

એસટીની વોલ્વો બસોમાં એક જ વર્ષમાં મુસાફરોની સંખ્યામાં ૧૩૮.૫૦%નો ઉછાળો

અમદાવાદ,

પ્રવાસીઓનો આંકડો ૧.૫૦ લાખને પાર પહોંચ્યો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રીમિયમ વોલ્વો બસ સેવા હવે રાજ્યના મુસાફરો માટે મુસાફરીનો પ્રથમ વિકલ્પ બની રહી છે. માત્ર એક જ વર્ષના સમયગાળા દરમિયાન એસટીની વોલ્વો બસોમાં સફર કરતા યાત્રિકોની સંખ્યામાં ૧૩૮.૫૦ ટકાનો વિક્રમી ઉછાળો આવ્યો છે અને કુલ મુસાફરોનો આંકડો ૧.૫૦ લાખને વટાવી ગયો છે.

અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા રાજ્યના મુખ્ય મહાનગરોને જોડતા મહત્ત્વના રૂટો પર પ્રીમિયમ લક્ઝરી સેવા પૂરી પાડવામાં એસટી નિગમ સફળ રહ્યું છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોના ઊંચા ભાડા અને અનિશ્ચિતતાની સરખામણીએ એસટીની વોલ્વો બસ વધુ સુરક્ષિત અને સસ્તી સાબિત થઈ રહી છે. નિગમ દ્વારા વોલ્વો સેવાના રૂટો અને બસોની સંખ્યામાં સતત કરવામાં આવી રહેલા વધારાને કારણે રાજ્યભરના મુસાફરોનો એસટી નિગમ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

You may also like

ન્યાયી ચૂંટણી થાય તો જ પરિણામ માન્ય રાખીશ: ટ્રમ્પની ધમકી

ન્યાયી ચૂંટણી થાય તો જ પરિણામ માન્ય રાખીશ: ટ્રમ્પની ધમકી

દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

અમદાવાદમાં 1000 ફૂટની ઊંડાઈના 12 નવા બોરવેલ બનાવી જળ સંકટ સામે બાથ ભીડાશે

અમદાવાદમાં 1000 ફૂટની ઊંડાઈના 12 નવા બોરવેલ બનાવી જળ સંકટ સામે બાથ ભીડાશે

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી