પી.એમ મોદીએ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

પી.એમ મોદીએ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી,

પીએમ મોદીએ નાના પાટેકરના અનોખા અભિનય અને સામાજિક યોગદાનને યાદ કર્યું

નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે આયોજિત 'ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ'ના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ બોલિવૂડ અને મરાઠી સિનેમાના દિગ્ગજ તથા ઉમદા કલાકાર નાના પાટેકરના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેઓ માત્ર એક ઉત્કૃષ્ટ અભિનેતા જ નહોતા, પરંતુ એક અનોખા વ્યક્તિત્વના ધણી હતા જેમણે પોતાની અદ્ભુત અભિનય શૈલી, તીવ્રતા અને જીવંત કલાથી દર્શકોના દિલમાં હલચલ મચાવી દીધી હતી. હિન્દી અને મરાઠી સિનેમામાં તેમનું અમૂલ્ય યોગદાન ક્યારેય ભુલાશે નહીં. પીએમ મોદીએ ઉમેર્યું કે તેઓ હંમેશાં પોતાની વાત બેધડક રજૂ કરતા હતા અને તેમનું સામાજિક જીવન પણ પ્રેરણાદાયી રહ્યું છે.

દેશભરમાંથી અનેક રાજકીય નેતાઓ, દિગ્ગજ કલાકારો અને ચાહકોએ પણ નાના પાટેકરના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું છે અને સિનેમા જગતની આ અપૂરતી ક્ષતિ ગણાવી છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન