દિલ્હીમાં ઈમારત ધરાશાયી: સગર્ભા સહિત 3નાં મોત, 8 ઈજાગ્રસ્ત

દિલ્હીમાં ઈમારત ધરાશાયી: સગર્ભા સહિત 3નાં મોત, 8 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી,

ચાર માળનું મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડતા અરેરાટી

 નવી દિલ્હી ખાતે બનેલી એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં, ઉત્તર-પૂર્વ દિલ્હીના ન્યૂ સિમાપુરી  વિસ્તારમાં એક ચાર માળની જર્જરિત અને ગેરકાયદે રીતે બનેલી ઈમારત અચાનક કડભૂસ થઈને ધરાશાયી થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 21 વર્ષીય  સગર્ભા  ગુલાફસા અને એક બાળક સહિત કુલ ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઈમારતમાં અગાઉ માત્ર એક જ માળ હતો જ્યાં અનવર નામની વ્યક્તિ સ્ક્રેપની દુકાન ચલાવતા હતા, પરંતુ બાદમાં તેમાં ગેરકાયદે રીતે અન્ય માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ, દિલ્હી ફાયર સર્વિસ, DDMA, MCD અને NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પીડિતોના સ્વજનો અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન