પીએમ મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલથી વાત કરી Oct 02, 2026 નવી દિલ્હી,હિન્દુસ્તાનીઓ જીવ લેતા નથી, જીવ બચાવે છે: પીએમ મોદીફ્લાયદુબઈ ફ્લાઇટના કેપ્ટન સ્મિત મચ્છરની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. પીએમ મોદીએ આજે કેપ્ટન સ્મિત સાથે વીડિયો કૉલથી વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન સ્મિતે જણાવ્યું હતું કે તે દરરોજ હનુમાન ચાલીસાનું પઠન કરે છે. તેના પર હુમલો થયો ત્યારે તે મુશ્કેલ ઘડીમાં પણ તેણે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. સ્મિત મચ્છરનો પરિવાર મૂળ વઢવાણનો છે અને હાલ મુંબઈ સ્થિત થયો છે. પીએમ મોદીએ સ્મિત સાથે જ્યારે ગુજરાતીમાં વાતચીત કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના સંસ્કાર ભૂલ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ગંભીર રીતે છરીના ઘા વાગ્યા હોવા છતાં, કેપ્ટન સ્મિતે પોતાની જિંદગીની પરવા કર્યા વિના કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરોને મદદ માટે બોલાવ્યા હતા અને સંભવિત પ્લેન ક્રેશનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું.વડાપ્રધાને આ ગુજરાતી પાઈલટના સાહસ અને સમયસૂચકતાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમજ તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. આ વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિત અત્યંત ભાવુક થઈ ગયા હતા. વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવતા કહ્યું કે તમે આટલા લોકોના જીવ બચાવ્યા. આજે આખો દેશ ગર્વ લઈ રહ્યો છે કે અમે જીવ લેતા નથી, લોકોના જીવ બચાવીએ છીએ. પોતે ઈજાગ્રસ્ત થયા છતાં તમે પોતાની ચિંતા ના કરી અને મુસાફરોના જીવની ચિંતા કરી છે.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું તમારી માતાને પ્રણામ કરું છું કે તેમણે તમને આવા સંસ્કાર આપ્યા. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, જો તમે લોકોના જીવ બચાવ્યા ન હોત તો વિચારો કે ભારત પર શું વીતી હોત અને ભારતના તમામ પાઈલટ પર શું વીતી હોત? તમે બધાને બચાવ્યા અને તેથી હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાવરકુંડલા અને વઢવાણમાં પણ અત્યારે ભાવુક માહોલ છે, દેશના મંદિરોમાં લોકો તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ સિવાય પીએમ મોદીએ સાઉદી અરેબિયા સરકાર અને યુએઈ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.હુમલા બાદ હું નીચે ઢળી પડ્યો હતો, હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો: સ્મિત મચ્છરઘટનાની ભયાનક પળોને યાદ કરતાં કેપ્ટન સ્મિત મચ્છરે પીએમ મોદીને જણાવ્યું કે, હું નીચે ઢળી પડ્યો હતો પણ મને એમ હતું કે હું લોકોને મરવા ના દઈ શકું. તે સમયે પણ હું હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો અને હનુમાનજીએ જ અમને બચાવ્યા.'જય શ્રી કૃષ્ણ… ગુજરાતીમાં વાત કરી લઈએ?'વાતચીતના અંતે વડાપ્રધાને કેપ્ટન સ્મિત અને તેમના પરિવાર અને બાળકો વિશે પૂછપરછ કરી. તેમણે કહ્યું કે, 'જય શ્રી કૃષ્ણ… ગુજરાતીમાં વાત કરી લઈએ? બાળકોને મળ્યા કે નહીં? ડૉક્ટરોએ મળવા દીધા કે નહીં? ગુજરાતી બોલો છો કે નહીં? Previous Post Next Post