રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાં વિવિધ એસોસિએશનો દ્વારા ગાંધી જયંતીના દિવસે ડિજિટલ પેમેન્ટ સામે પ્રતિકાત્મક વિરોધ Oct 02, 2026 રાજકોટ,UPI પર વધારાના ચાર્જના વિરોધમાં રાજકોટના વેપારીઓએ QR કોડની "લાજ" કાઢીડિજિટલ પેમેન્ટ અને ઓનલાઇન વ્યવહારોના યુગ વચ્ચે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ શહેરનાં વિવિધ વેપારી એસોસિએશનોના આહ્વાન હેઠળ ગાંધી જયંતીના પાવન અવસરે ‘NO UPI DAY’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વેપારીઓએ પોતાની દુકાનોમાં લાગેલા UPI QR કોડ, સ્કેનર્સ અને સાઉન્ડ બોક્સ પર કાળું કપડું ઢાંકીને સરકાર અને સંબંધી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.વેપારીઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન ખાસ કરીને UPI વ્યવહારો પર પ્રસ્તાવિત અથવા લાગુ કરાયેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ અને વધારાના ચાર્જીસના વિરોધમાં કરવામાં આવ્યું છે. ₹૨,૦၀၀ થી વધુની રકમના UPI પેમેન્ટ પર વધારાનો ચાર્જ વસૂલવાની જોગવાઈ સામે વેપારી વર્ગમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.આ ‘NO UPI DAY’ અભિયાન અંતર્ગત રાજકોટના કાપડ બજાર, રેડીમેઇડ ગારમેન્ટ એસોસિએશન તેમજ અન્ય મુખ્ય બજારોના વેપારીઓએ ઉત્સાહભેર જોડાઈને પોતાના એકત્રિત અવાજને બુલંદ કર્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે અગાઉ સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું, પરંતુ હવે વધારાના ચાર્જિસ લાદવાથી ફરીથી ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે અસમંજસ ઊભી થશે.આ પ્રતિકાત્મક વિરોધના માધ્યમથી વેપારી એસોસિએશનોએ સરકાર અને એનપીસીઆઈ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે UPI ટ્રાન્ઝેક્શન્સ પર નાખવામાં આવતા તમામ વધારાના ચાર્જીસ અને MDR ટેક્સને ત્વરિત ધોરણે નાબૂદ કરવામાં આવે, જેથી વેપારીઓ અને ગ્રાહકો બંને માટે ડિજિટલ વ્યવહારો સરળ અને બોજમુક્ત બની રહે. Previous Post Next Post