લક્ષ્મીવાડી રોડ પર મહિલાનો સોનાનો ચેઇન લૂંટનારી બેલડી પોલીસ સકંજામાં Sep 17, 2026 રાજકોટ,ચાલુ રસ્તે ધોળે દિવસે સાથીદાર સાથે મળીને ઘટનાને આપ્યો હતો અંજામશહેરના વ્યસ્ત ગણાતા લક્ષ્મીવાડી રોડ વિસ્તારમાં 35 વર્ષીય શિલ્પાબેન માનસેતા પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ત્રાટકેલી એક શંકાસ્પદ બેલડીએ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓએ ખૂબ જ ચાલાકીથી અને આયોજનબદ્ધ રીતે ભીડભાડવાળા સ્થળે ટાર્ગેટ કરી હતી અને પળભરમાં સોનાનો કિંમતી ચેઇન આંચકીને ફરાર થઈ ગયા હતા. દિવસના સમયે બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશો અને મહિલાઓમાં ભારે રોષ તેમજ ફફડાટ ફેલાઈ ગયો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) અને ટેક્નોલોજીની મદદથી આ ગુનાને અંજામ આપનાર બેલડી ચુનારાવાડમાં રહેતા લખન બચુ માલાણી તેમજ વિશાલ કિશન સોલંકીની ઓળખ મેળવી જિલ્લા ગાર્ડન બગીચા પાસેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટેલા સોનાના મુદ્દામાલ અંગે તેમજ અગાઉ તેઓએ અન્ય કોઈ વિસ્તારોમાં આવા ગુનાઓ આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. Previous Post Next Post