રાજકોટની પ્રાચીન મિલકતોનો સરવે કરી 'પ્લાન-૨૦૪૭' માં આવરી લેવા માગણી Nov 04, 2026 રાજકોટ,રાજકોટ શહેરની પ્રાચીન તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતી મિલકતો અને સ્થાપત્યોની કાળજીપૂર્વક નોંધણી અને જતન કરવા માટે સમગ્ર સરવે હાથ ધરવાની અને તેને રાજકોટના ભાવિ વિકાસ માટેના ‘પ્લાન-૨૦૪૭’ માં સમાવવાની ઉગ્ર માગણી ઉઠી છે.મહાનગરપાલિકા તથા સંબંધિત સરકારી તંત્ર અને સત્તામંડળો સામે રજૂઆત કરતાં જણાવાયું છે કે રાજકોટમાં આવેલી જૂની રાજવી સમયની ઈમારતો, ઐતિહાસિક ડેલીઓ, જૂના વારસા સમાન બાંધકામો તથા સાંસ્કૃતિક સ્થળોનું યોગ્ય સર્વેક્ષણ કરવામાં આવે. દેશ જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે 'પ્લાન-૨૦૪૭' ના વિઝન હેઠળ શહેરના આ વારસાનું યોગ્ય રેકોર્ડિંગ, રિનોવેશન અને કન્ઝર્વેશન (સંવર્ધન) થાય તે અત્યંત જરૂરી છે. જો ઐતિહાસિક મિલકતોને આ માસ્ટર પ્લાનમાં યોગ્ય સ્થાન આપવામાં આવશે તો જ ભાંગતી-તૂટતી વિરાસતોને કાયમી ધોરણે રક્ષણ મળી શકશે અને આવનારી પેઢીઓ માટે રાજકોટનો વારસો અકબંધ રહેશે. Previous Post Next Post