હેલોવિન પાર્ટીમાં ડીજે પર વગર પરવાનગીના ૧૩ હિટ ગીતો વગાડતા ક્યુરે કેફે સામે ગુનો Nov 04, 2026 રાજકોટ,રાજકોટ શહેરના 'ક્યુરે કેફે'માં તાજેતરમાં હેલોવિન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી દરમિયાન ડીજે પર કોઈ પણ પ્રકારની કાનૂની મંજૂરી કે લાયસન્સ વગર બોલિવૂડના ૧૩ જેટલા હિટ ગીતો વગાડવામાં આવ્યા હતા.સંબંધિત મ્યુઝિક કંપની અને અધિકૃત કૉપીરાઇટ એજન્સી દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વગર પરવાનગીના કોપીરાઇટેડ ગીતો સાર્વજનિક રીતે વગાડીને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 'ક્યુરે કેફે' ના સંચાલકો સામે કૉપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીથી શહેરના અન્ય કેફે, રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. Previous Post Next Post