રાજકોટમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ: વહીવટી તંત્ર ઠપ Oct 07, 2026 રાજકોટ,કાર્યબોજ અને પડતર માંગણીઓને લઈને 450 કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પરરાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 450 જેટલા મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે સરકારી કચેરીઓમાં વહીવટી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. કર્મચારીઓ દ્વારા વધતો કાર્યબોજ, જોબ ચાર્ટની કામગીરી અને અન્ય ન્યાયી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આ હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ હડતાળના પગલે રાજકોટ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, નાયબ કલેક્ટર કચેરીઓ તેમજ મામલતદાર કચેરીઓમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ તેમજ અન્ય મહત્વપૂર્ણ પ્રમાણપત્રો મેળવવા આવતા હજારો અરજદારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દૂર-દૂરના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાંથી પોતાના રોજિંદા જરૂરી દસ્તાવેજો અને કામકાજ માટે કચેરીએ પહોંચેલા નાગરિકોને કામ વિના જ પરત ફરવું પડી રહ્યું છે. કર્મચારી સંગઠનના અગ્રણીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન અને હડતાળ ચાલુ રહેશે. Previous Post Next Post