ન્યૂઝીલેન્ડ સિરીઝમાં ભુવનેશ્વરની વાપસી, અય્યરના હાથમાં કમાન Oct 07, 2026 નવી દિલ્હી,૧૪૧૪ દિવસના અંતરાલ બાદ અનુભવી પેસરનું ટીમ ઈન્ડિયામાં કમબેકભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે સત્તાવાર રીતે ટીમ ઈન્ડિયા અને ભારત 'એ'ની ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ અંતર્ગત રમાનાર પાંચ મેચોની T20I શ્રેણી માટે અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરને ભારતીય ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે, જ્યારે વિસ્ફોટક બેટ્સમેન તિલક વર્માને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ સિલેક્શનમાં સૌથી મોટું અને રોમાંચક આશ્ચર્ય અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું પુનરાગમન છે, જેણે આશરે ૧૪૧૪ દિવસ (૪ વર્ષ) પછી ભારતીય ટીમમાં વાપસી કરી છે.ભુવનેશ્વર કુમારે તાજેતરની IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી અત્યંત શાનદાર પ્રદર્શન કરતા બે સિઝનમાં કુલ 45 વિકેટ ઝડપી હતી. આ પ્રવાસમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20I મેચોની શ્રેણી 22 ઓક્ટોબર 2026થી 1 નવેમ્બર 2026 સુધી રમાશે, જેમાં ક્રાઇસ્ટચર્ચ, વેલિંગ્ટન, ઓકલેન્ડ અને હેમિલ્ટન જેવા પ્રમુખ સ્થળો પર મેચો યોજાશે. Previous Post Next Post