SBI માંથી એક માસમાં ચારથી વધુ વખત રોકડ ઉપાડવા પર રૂ.15 પ્લસ જીએસટી લાગશે

SBI માંથી એક માસમાં ચારથી વધુ વખત રોકડ ઉપાડવા પર રૂ.15 પ્લસ જીએસટી લાગશે

નવી દિલ્હી ,

ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ધારકો માટે એક ઓક્ટોબરથી નિયમ લાગુ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ ખાતાધારકો માટે એક મહત્ત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. બેન્કે તેના સેવા શુલ્કના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે આગામી પહેલી ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે. આ નવા નિયમ અનુસાર, બેન્ક શાખામાંથી એક મહિનામાં 4થી વધુ વખત રોકડ ઉપાડવા પર ગ્રાહકોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, BSBD ખાતાધારકોને દર મહિને બ્રાન્ચમાંથી 4 વખત મફત રોકડ ઉપાડની સુવિધા મળશે. આ ફેરફાર તમામ સામાન્ય બચત ખાતાધારકો માટે નથી, પરંતુ માત્ર બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ હોલ્ડર્સ માટે જ લાગુ પડશે. 5મા ટ્રાન્ઝેક્શનથી પ્રત્યેક રોકડ ઉપાડ પર 15 રૂપિયા પ્લસ GST ચાર્જ વસૂલવામાં આવશે.

BSBD એટલે કે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગોને બેંકિંગ સેવાઓ સાથે જોડવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ એક 'ઝીરો બેલેન્સ' ખાતું છે, જેમાં લઘુત્તમ બેલેન્સજાળવવાની જરૂર રહેતી નથી. આ ખાતા સાથે ચેકબુકની સુવિધા મળતી નથી. ખાતાધારકને મફત RuPay એટીએમ-કમ-ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. જે ગ્રાહક પાસે BSBD ખાતું હોય, તે SBIમાં બીજું કોઈ સામાન્ય બચત ખાતું રાખી શકતા નથી. બેન્કે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોએ પહેલી ઓક્ટોબરથી શાખામાંથી રોકડ ઉપાડ કરતી વખતે પોતાના મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ધ્યાન પર રાખીને આયોજન કરવું પડશે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ