સ્માર્ટફોનના ભાવ વધતા વેચાણમાં મોટો ઘટાડો Oct 27, 2026 મુંબઈ,ભારતીય બજારમાં બજેટ ફોન મોંઘા થતાં ગ્રાહકોની ખરીદશક્તિ પર વિપરીત અસરમાર્કેટ રિસર્ચ અને રિપોર્ટ્સ અનુસાર, ગ્લોબલ સપ્લાય ચેઈન અને મેમરી ચિપ સહિતના કાચા માલના ઊંચા ભાવ તથા ઊંચા ટેક્સને કારણે સ્માર્ટફોનની કિંમતોમાં ૩૫ થી ૪૫ ટકા સુધીનો ધરખમ વધારો નોંધાયો છે. ખાસ કરીને સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગ દ્વારા ખરીદવામાં આવતા બજેટ તેમજ એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન મોંઘા થવાને કારણે સ્થાનિક બજારમાં ફોનની માંગમાં મોટો ઘટાડો થયો છે.ગ્રાહકો હવે નવું ઉપકરણ ખરીદવાને બદલે જૂના ફોનનો જ લાંબા સમય સુધી ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે, જેના કારણે પ્રમુખ મોબાઈલ નિર્માતા કંપનીઓએ કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય સમક્ષ મોબાઈલ હેન્ડસેટ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવા માટે રજૂઆતો પણ કરી છે. અમદાવાદ સહિત દેશભરના બજારોમાં તહેવારોની સિઝન હોવા છતાં અપેક્ષિત વેચાણ ન મળવાથી સ્માર્ટફોન ઉદ્યોગ ચિંતામાં મુકાયો છે. Previous Post Next Post