ફ્રાંસના પેરિસ સહિત અનેક શહેરોમાં વ્યાપક હિંસા અને તોફાનો વચ્ચે ૧૦૦૦થી વધુની ધરપકડ

ફ્રાંસના પેરિસ સહિત અનેક શહેરોમાં વ્યાપક હિંસા અને તોફાનો વચ્ચે ૧૦૦૦થી વધુની ધરપકડ

નવી દિલ્હી,

મોંઘવારી, મોંઘુ શિક્ષણ અને આર્થિક અસમાનતા મુદ્દે ૪ લાખથી વધુ લોકો રસ્તા પર

ફ્રાંસમાં સતત વધી રહેલી મોંઘવારી, ગેસ-વીજળીના ઊંચા ભાવ, રોજીંદી ચીજવસ્તુઓની કિંમતોમાં ઉછાળો, શાળાઓની જર્જરિત હાલત તથા વધતી જતી આર્થિક અસમાનતા સામે જનતાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આ મુદ્દે ફ્રાંસભરમાં ૪ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા.

પ્રદર્શનો દરમિયાન હિંસાનું સ્વરૂપ ધારણ કરતા તોફાનીઓએ જાહેર મકાનોમાં વ્યાપક તોડફોડ કરી હતી તેમજ અનેક મોલ્સ અને દુકાનોને પણ નિશાન બનાવી લૂંટ ચલાવી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે ફ્રાંસના ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાં આશરે ૭૦,૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ અને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. 

પેરિસ પોલીસ દ્વારા તોફાનીઓ પર ટીયર ગેસ અને વોટર કેનનનો ભારે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ આંદોલન હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યું હોવાથી સમગ્ર યુરોપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

You may also like

ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' સુપર હિટ: બે વર્ષમાં ૨૧ ગુનેગારો પર ફાયરિંગ

ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' સુપર હિટ: બે વર્ષમાં ૨૧ ગુનેગારો પર ફાયરિંગ

પ્રચંડ 'અર્નબ' વાવાઝોડાથી ૧૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે, આગામી ૩૬ કલાક અત્યંત ભારે

પ્રચંડ 'અર્નબ' વાવાઝોડાથી ૧૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે, આગામી ૩૬ કલાક અત્યંત ભારે

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ નોર્વે પર ભડક્યા: યુએસમાં પ્રવેશબંધીની ચીમકી

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ નોર્વે પર ભડક્યા: યુએસમાં પ્રવેશબંધીની ચીમકી

આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી

આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી