ભારતમાં કેટલાક ઉદ્યોગપતિઓ સ્ટારલિંક પ્રસારણ બ્લોક કરી રહ્યા છે: એલોન મસ્ક Oct 08, 2026 નવી દિલ્હી,ભારતનું કડક વલણ, ‘અમારા નિયમો સમાન અને સંપૂર્ણ નિષ્પક્ષ જ છે’સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્ક દ્વારા ભારતમાં તેમની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ ‘સ્ટારલિંક’ને બ્લોક કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મસ્કે આક્ષેપ કર્યો હતો કે દેશમાં અમુક અબજોપતિઓ દ્વારા ઇરાદાપૂર્વક સ્ટારલિંકને રોકવામાં આવી રહી છે. આ ગંભીર દાવાઓને કેન્દ્ર સરકારે સખત શબ્દોમાં ફગાવી દીધા છે.નવી દિલ્હી સ્થિત મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતનું ટેલિકોમ અને સેટેલાઇટ કોમ્યુનિકેશન (GMPCS) નિયમનકારી માળખું અત્યંત પારદર્શક, સમાન અને બિન-પક્ષપાતી છે. દેશમાં અત્યાર સુધીમાં ત્રણ GMPCS કંપનીઓને ટેલિકોમ લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે અન્ય પ્રક્રિયાઓ માટે સુરક્ષા મૂલ્યાંકન નિયમો મુજબ ચાલી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ કંપનીને વિશેષ છૂટ કે અટકાયતનો સામનો કરવો પડતો નથી, પરંતુ તમામ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. Previous Post Next Post