વિરોધ પ્રદર્શન દરમ્યાન કાનૂન ભંગ બદલ રાહુલ-પ્રિયંકા સામે FIR દાખલ Oct 08, 2026 નવી દિલ્હી,નવી દિલ્હી ખાતે વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન નિયમભંગ બદલ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સહિતના અગ્રણી કોંગ્રેસ નેતાઓ સામે દિલ્હી પોલીસે સત્તાવાર રીતે એફઆઈઆર નોંધી લીધી છે. આ સમગ્ર ઘટના નવી દિલ્હી સ્થિત સંવેદનશીલ આકાશવાણી ભવન પરિસરમાં ઘટી હતી.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં હતા. આમ છતાં, કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ મંજૂરી વગર જ આકાશવાણી ભવનના રેસિડેન્શિયલ તથા ઓફિસ પરિસરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો અને પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી ધરણાં પ્રદર્શન શરૂ કર્યા હતા. પોલીસે લાઉડસ્પીકર દ્વારા વારંવાર કાયદાકીય આદેશોની યાદ અપાવીને પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે વિખેરાઈ જવા અપીલ કરી હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ગંભીર ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત કે. સી. વેણુગોપાલ, પવન ખેડા, મનીષ છત્રથ સહિત અંદાજે 50થી 60 સમર્થકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. Previous Post Next Post