વંદે ભારત પર પથ્થરમારો કરનારા ત્રણ આરોપીઓ સુરત નજીકથી ઝડપાયા Oct 24, 2026 સુરત,ઉદયપુર-સુરત વંદે ભારત ટ્રેનના કાચ તોડ્યા હતા, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની કાર્યવાહીઉદયપુરથી સુરત આવતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અગાઉ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન ટ્રેનના કોચ નંબર સી-૬ની બારીના કાચ તૂટી ગયા હતા.ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે પથ્થરમારો કરનાર મુખ્ય શખ્સોની ઓળખ કરી લીધી હતી અને કડક કાર્યવાહી કરીને આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. માત્ર મસ્તી ખાતર તેઓએ પથ્થરમારો કર્યો હોવાનું આરોપીઓ જણાવી રહ્યા છે. રેલવે સુરક્ષા દળ દ્વારા આ મામેલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. Previous Post Next Post