અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી: સી.એમ. ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરાવ્યું

અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી: સી.એમ. ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરાવ્યું

અમરેલી,

દિલધડક પરેડ અને સાહસિક કરતબોથી નાગરિકો મંત્રમુગ્ધ

દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી છે. અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.

મુખ્ય સમારોહ દરમિયાન ગુજરાત પોલીસના શિસ્તબદ્ધ જવાનો દ્વારા ભવ્ય પરેડ યોજવામાં આવી હતી, જે ઉપસ્થિત અમરેલીવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા જવાનો દ્વારા શાનદાર 'રાઇફલ ડ્રીલ'ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

કાર્યક્રમને વધુ રોમાંચક અને વિહંગમ બનાવવા માટે વિવિધ સાહસિક અને સાંસ્કૃતિક પ્રદર્શનોનું આયોજન કરાયું છે, જેમાં અમરેલીની વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો. બાઈક સ્ટંટ શો, ડોગ-શો, 'માઉન્ટેડ અશ્વ-શો' અને 'ટેન્ટ પેગીંગ'ના દિલધડક કરતબો. શારીરિક અને માનસિક સુખાકારી દર્શાવતા યોગના વિવિધ આયામોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જે નિહાળી નાગરિકો મંત્રમુગ્ધ થયા હતાં.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ