રાજકોટ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા હરહંમેશ તત્પર: પોલીસ કમિશનર ઝા

રાજકોટ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા હરહંમેશ તત્પર: પોલીસ કમિશનર ઝા

રાજકોટ,

પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસ ઉજવાયો

રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે દેશના 80માં સ્વતંત્રતા દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી હતી.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ઉપરાંત જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહ પણ આ રાષ્ટ્રીય ઉત્સવમાં સહભાગી બન્યા હતા.

ધ્વજવંદન બાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે આકર્ષક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં પોલીસ જવાનો, ટ્રાફિક પોલીસ, એન.સી.સી., ટી.આર.બી. અને હોમગાર્ડના જવાનોએ ઉત્સાહભેર જોડાઈને કમાન્ડ પ્રદર્શિત કર્યો હતો. આ અવસરે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સુંદર સાંસ્કૃતિક નૃત્યો અને પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે હર હંમેશા તત્પર છે. તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, શહેરની સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે માત્ર પોલીસ જ નહીં, પરંતુ જાગૃત નાગરિકોએ પણ સક્રિયપણે ધ્યાન રાખવું જરૂરી છે.
કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરનાર તેજસ્વી પોલીસ જવાનોને તેમની સેવાઓની પ્રશંસા રૂપે પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ