અમદાવાદમાં આસમાની આફત ત્રાટકી: સરખેજેમાં 5, 5 ઇંચ, ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા

અમદાવાદમાં આસમાની આફત ત્રાટકી: સરખેજેમાં 5, 5 ઇંચ, ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા

અમદાવાદ,

માળિયામાં 5 ઈંચ, દાંતામાં 3.5 ઈંચ,  શંખેશ્વરમાં 3 ઈંચ, દ્વારકામાં 2.5 ઇંચ અને બહુચરાજીમાં 2.5 ઈંચ વરસાદ

ગુજરાતમાં શ્રાવણના અંતે વિરામ લીધા બાદ ભાદરવામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં સૌથી વધુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 3.5 ઈંચ વરસાદ, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં 2.5 ઈંચથી વધુ વરસાદ અને મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદના પરિમલ અંડરપાસ, અખબારનગર, મીઠાખળી અને મકરબા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 14 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. પાણી ઉતરતાં શાહીબાગ અંડરપાસ ફરી શરૂ કરાયાની માહિતી સામે આવી છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યૂ રાણીપ, પાલડી, જમાલપુર, દૂધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ અને અસારવામાં અઢી ઇંચ જેટલો વરસાદ.

રાજ્યના 32 જિલ્લાના 150 તાલુકામાં વરસાદ

ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સિટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, વસ્ત્રાલ અને એસ.પી. રિંગ રોડ સહિતના વિસ્તારોમાં આશરે 2 ઇંચ વરસાદ પડ્યો હતો.જોકે વરસાદ બંધ થતાં પાણી ઉતરતાં અંડરપાસ શરૂ કરાયા હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 150 તાલુકાઓમાં નાની-મોટી માત્રામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.

સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ ક્યાં નોંધાયો?
24 કલાકના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં સૌથી વધુ 131 મિમી (5.16 ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે બીજી બાજુ, આ લિસ્ટમાં સામેલ છેવાડાના 143 થી 150 ક્રમાંક પરના કેટલાક તાલુકાઓ (જેવા કે જામનગર, ભરૂચ, સાણંદ, રાણપુર, લુણાવાડા, છોટા ઉદેપુર અને માંડવી)માં સૌથી ઓછો માત્ર 1 મિમી (0.04 ઇંચ) જેટલો નહિવત કે હળવો વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકામાં કુલ 2.78 ઇંચ,  અમદાવાદ શહેરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના તલોદ તાલુકામાં 2.24 ઇંચ અને અરવલ્લીના મોડસામાં પણ 57 મિમી 2.24 ઇંચ વરસાદ પડ્યો છે. મહેસાણાના ખેરાલુ અને મહીસાગરના ખાનપુર તેમજ કડાણામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ટોપ-10 વરસાદી તાલુકાઓની વિગતો

માળીયા (મોરબી)

131 મિમી (5.16 ઇંચ)

દાંતા (બનાસકાંઠા)

91 મિમી (3.58 ઇંચ)

શંખેશ્વર (પાટણ)

85 મિમી (3.35 ઇંચ)

દ્વારકા (દેવભૂમિ દ્વારકા)

71 મિમી (2.80 ઇંચ)

બેચરાજી (મહેસાણા)

65 મિમી (2.56 ઇંચ)

અમીરગઢ (બનાસકાંઠા)

63 મિમી (2.48 ઇંચ)

મોડાસા (અરવલ્લી)

58 મિમી (2.28 ઇંચ)

મહેમદાવાદ (ખેડા)

58 મિમી (2.28 ઇંચ)

દહેગામ (ગાંધીનગર)

58 મિમી (2.28 ઇંચ)

પાલનપુર (બનાસકાંઠા)

55 મિમી (2.17 ઇંચ)


સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી અમદાવાદના આ 10 વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો

સરખેજ અર્બન હેલ્થ: 5.24 ઇંચ
બકરોલ: 4.41 ઇંચ
મક્તમપુરા: 4.25 ઇંચ
સરખેજ: 3.92 ઇંચ
કાલુપુર: 3.80 ઇંચ
ટાગોર કંટ્રોલ: 3.72 ઇંચ
લાંભા: 3.66 ઇંચ
મેમનગર: 3.52 ઇંચ
ચાંદલોડિયા: 3.33 ઇંચ
દૂધેશ્વર: 3.25 ઇંચ


પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદ

વહેલી સવારથી શહેરના સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.ભારે વરસાદના પગલે શહેરના પરિમલ, અખબારનગર, શાહીબાગ અને મકરબા અંડરપાસને વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. વહેલી સવારથી શહેરના સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
 

AMTSની બસ સેવા ખોરવાઈ

ભારે વરસાદની સીધી અસર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) પર પણ પડી છે. પાણી ભરાવાના કારણે કેટલીક બસો બંધ પડી છે, જ્યારે કેટલાક રૂટની બસોને વૈકલ્પિક માર્ગે દોડાવવામાં આવી રહી છે. AMTSના જે વિસ્તારોમાં બસ ડાયવર્ટ કરવામાં આવી છે તેમાં અખબારનગર, માદલપુર ગરનાળા, શાહીબાગ, ચંદ્રનગર-વાસણા, ગુરુકુળ, ગોતા, આનંદનગર, વિશાલા સર્કલ, વેજલપુરનો સમાવેશ થાય છે. બંધ કરાયેલા પાંચ રૂટમાં RTOથી મણિનગર, એસ.પી. રિંગ રોડથી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, રબારી કોલોનીથી RTO, સાણંદ સર્કલથી સારંગપુર અને RTO સર્ક્યુલર રૂટનો સમાવેશ થાય છે.


શાળાઓને સાવચેતી ખાતર રજા રાખવાની છૂટ

ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરની શાળાઓને પણ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સંચાલકોને જરૂર જણાય તો પોતાની વિવેકબુદ્ધિથી રજા જાહેર કરવા જણાવાયું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય અથવા આવન-જાવનમાં જોખમ ઊભું થાય તો વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.


અરવલ્લી અને પાટણ પંથકમાં માત્ર બે કલાકમાં અઢી ઈંચ વરસાદ

અરવલ્લી અને પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે અચાનક ધોધમાર શરૂ થયેલા વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.  ઉત્તર ગુજરાતના આ પટ્ટામાં વરસાદનું જોર એટલું તીવ્ર રહ્યું કે માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં અઢી ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. અચાનક પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહનવ્યવહારને પણ થોડા સમય માટે અસર પહોંચી હતી.


નવરાત્રિમાં હાથિયો સૂંઢ ફેરવશે: વરસાદની આગાહી

અંબાલાલ પટેલે રાજ્યમાં નવરાત્રી દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. તેમણે સાતમથી દશેરા સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ‘હથિયો’ ગાજવાની સંભાવના પણ જણાવી છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન