રાજકોટમાં છેલ્લા પખવાડિયામાં ૯૦ રેંકડી-કેબીન અને ૧૭२० બોર્ડ-બેનરો જપ્ત

રાજકોટમાં છેલ્લા પખવાડિયામાં ૯૦ રેંકડી-કેબીન અને ૧૭२० બોર્ડ-બેનરો જપ્ત

રાજકોટ,

જાહેર માર્ગો પર અડચણરૂપ ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની લાલ આંખ

શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણોને ડામવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા એક પખવાડિયા (૧૪ દિવસ) દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરીને 90 રેકડી, કેબિનો, 1720 બોર્ડ બેનર તેમજ 3400 કિલો શાકભાજી, ફળો જપ્ત કરી કુલ રૂ.  10.94 લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

શહેરીજનોને આવાવાગમનમાં સરળતા રહે અને ટ્રાફિક વ્યવવસ્થા સુચારૂ બને તે હેતુસર દબાણ હટાવ શાખાની ટીમો દ્વારા ધોરીમાર્ગો તેમજ આંતરિક વિસ્તારોમાંથી અડચણરૂપ બનેલી કુલ ૯૦ રેંકડી અને કેબીનો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં નિયમ વિરુદ્ધ ગમે ત્યાં લગાવી દેવાયેલા તથા દબાણ કરતા ૧,૭૨૦ જેટલા બોર્ડ અને બેનરો પણ તાત્કાલિક ધોરણે ઉતારીને જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે.

તંત્રની આ આક્રમક ઝુંબેશના કારણે ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે દબાણો સામે સખત કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેથી શહેરના રસ્તાઓ રાહદારીઓ અને વાહનચાલકો માટે વધુ સુરક્ષિત અને અવરોધમુક્ત બની શકે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન