પાકિસ્તાનમાં જુમ્માની નમાજ દરમ્યાન આત્મઘાતી હુમલો: 15ના મોત, 50થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં જુમ્માની નમાજ દરમ્યાન આત્મઘાતી હુમલો: 15ના મોત, 50થી વધુ ઘાયલ

વિસ્ફોટક ભરેલી કાર અથડાયા બાદ ગોળીબાર પણ થયો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કોહાટમાં પોલીસ લાઇન પાસે મોટો બ્લાસ્ટ થયો છે. જેમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદની બહાર મોટો ખાડો પડી ગયો. બહારનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો અને એક દીવાલ પણ પડી ગઈ.

ખૈબર પખ્તુનખ્વાના IGએ જણાવ્યું કે વિસ્ફોટકથી ભરેલી એક કાર જૂની પોલીસ લાઇન્સના ગેટ સાથે અથડાઈ. કાર અથડાયા પછી જોરદાર બ્લાસ્ટ થયો અને ગોળીબાર પણ થયો. હોસ્પિટલ તંત્ર મુજબ 15 મૃતદેહ અને 50થી વધુ ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. સારવાર માટે હોસ્પિટલમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.

પોલીસે કોહાટ-હંગુ રોડને તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરી દીધો છે. પોલીસ લાઇન આસપાસ વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટથી આસપાસની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કોહાટ પોલીસ લાઇન્સમાં થયેલા બ્લાસ્ટની નિંદા કરી છે. સંબંધિત અધિકારીઓ પાસેથી બ્લાસ્ટના સ્વરૂપ અને તેના કારણો અંગે રિપોર્ટ પણ માગ્યો છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવાની સાથે અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન