બાંગ્લાદેશના દરિયાકિનારે રિસોર્ટમાં આગ ભભૂકી: 10ના મોત, 9 ઘાયલ Oct 17, 2026 નવી દિલ્હી,બાંગ્લાદેશના પ્રવાસન સ્થળ કોક્સ બજાર ખાતેના ઈનાની વિસ્તારમાં આવેલ ત્રણ માળના 'ટપટપ રેસ્ટો એન્ડ રિસોર્ટ'માં શનિવારે વહેલી સવારે ૬:૩૦ વાગ્યાના સુમારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરુણ દુર્ઘટનામાં ૧૦ પ્રવાસીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ૯ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા છે.આ રિસોર્ટ મુખ્યાત્વે વાંસ અને લાકડાના ઇકો-ફ્રેન્ડલી માળખાથી બનાવવામાં આવ્યું હતું. આ કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી અને જોતજોતામાં આખું ત્રણ માળનું રિસોર્ટ બળીને ખાખ થઈ ગયું હતું. ઘટના બની ત્યારે રિસોર્ટમાં આશરે ૩૦ લોકો હાજર હતા, જેમાંથી માત્ર ૪ થી ૫ લોકો જ સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અધિકારીઓએ ૬ મૃતદેહો બહાર કાઢ્યા છે. મૃતકોની વિકૃત થયેલી હાલતને ધ્યાનમાં રાખીને સ્વજનોને સોંપતા પહેલા તેમની સાચી ઓળખ માટે ડીએનએ (DNA) ટેસ્ટ હાથ ધરવામાં આવશે..પ્રાથમિક આશંકા મુજબ આગ રિસોર્ટના રસોડામાંથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે, જોકે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ છે તે અંગે ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. Previous Post Next Post