દિલ્હીમાં કસ્ટડી વચ્ચે અભિજીત દીપકેના દાદીનું નિધન Oct 10, 2026 નવી દિલ્હી,મુંબઈ પરત ફરવા વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નહીદિલ્હી ખાતે ચાલી રહેલા રાજકીય વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી વચ્ચે અભિજીત દીપકેના 85 વર્ષીય દાદી સાવિત્રીબાઈ શંકર દીપકેનું નિધન થયું છે. તેમણે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં આવેલા પોતાના પૈતૃક ગામ સંતુક પિંપરી ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર મળતાની સાથે જ અભિજીત દીપકેના પિતા ભગવાન દીપકે અને માતા અનિતા દીપકે હિંગોલી જવા રવાના થઈ ગયાં છે, જ્યારે સુરક્ષાના ભાગરૂપે પરિવારના ઘરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. દીપકેની માતાએ પ્લેનમાંથી જ દીપકની અટકાયતને વખોડી કાઢી છે. હાલ એકતરફ અભિજીત દીપકે પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે બીજી તરફ દાદીના અવસાનને કારણે તેઓ મુંબઈ કે પોતાના ગામ પરત ફરી શકશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. Previous Post Next Post