ધર્મ બદલનારને અનામતનો લાભ નહીં મળે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ધર્મ બદલનારને અનામતનો લાભ નહીં મળે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી,

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મમાં રૂપાંતરિત થાય છે, તો તેને અનામતનો લાભ મળશે નહીં. તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સંજ્ઞાન લેતાં સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કેસની સુનાવણી દરમિયાન અદાલતે નિર્દેશ આપ્યો હતો કે હિન્દુ સામાજિક વ્યવસ્થા હેઠળ પછાત વર્ગ અથવા અનુસૂચિત જાતિ ધરાવતી વ્યક્તિ જો હિન્દુ ધર્મમાંથી ઇસ્લામ કે અન્ય ધર્મ સ્વીકારે છે, તો તે અનામત મેળવવાની પાત્રતા ગુમાવી દે છે.

ધર્મ પરિવર્તન બાદ તે વર્ગના મૂળ સામાજિક અને ધાર્મિક આધાર બદલાઈ જતાં અનામતના બંધારણીય લાભો ચાલુ રાખી શકાય નહીં. તમિલનાડુ રાજ્યમાંથી ઉપસ્થિત થયેલા આ કાનૂની વિવાદ પર દેશની સર્વોચ્ચ અદાલતે આપેલો આ ચુકાદો ભવિષ્યના તમામ ધર્માંતરણ અને અનામત સંબંધિત કાનૂની બાબતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ ઉદાહરણ સાબિત થશે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન