પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં તંત્રમાં દોડધામ; સલામતી સામે ગંભીર સવાલો

પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં તંત્રમાં દોડધામ; સલામતી સામે ગંભીર સવાલો

પાવાગઢ,

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢમાં માંચી વિસ્તારથી ઉપર મહાકાળી માતાજીના મંદિર સંકુલ તરફ જરૂરી સામગ્રી અને સામાન લઈ જતી ટ્રોલીમાં ટેકનિકલ ખામી સર્જાતાં રોપ-વેનો વાયર તૂટ્યો હતો. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

સદનસીબે, આ રોપ-વે માત્ર માલસામાન અને સામગ્રીની હેરફેર માટે જ ઉપયોગમાં લેવાતો હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને એક મોટી હોનારત ટળી ગઈ છે. જોકે, ભૂતકાળમાં પણ આ ગુડ્સ રોપ-વેમાં આવી જ ખામી સર્જાવાની ઘટના બની હોવાથી સ્થાનિક તંત્ર અને મેન્ટેનન્સ એજન્સીની કામગીરી સામે અનેક ચોંકાવનારા સવાલો ઊભા થયા છે.

દરરોજ હજારો શ્રદ્ધાળુઓ પાવાગઢ ડુંગર પર આવતા હોય છે. આવા મહત્વના ધાર્મિક સ્થળે વારંવાર ગુડ્સ રોપ-વે તૂટવાની ઘટનાઓ બનતા યાત્રાળુઓની સુરક્ષા તેમજ રોપ-વેના રેગ્યુલર મેન્ટેનન્સ અને સેફ્ટી ઓડિટ અંગે ગંભીર શંકાઓ સેવાઈ રહી છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન