અમેરિકામાં કર્મચારીઓનું શોષણ કરનારા ત્રણ ગુજરાતીઓને ૧.૪૬ મિલિયન ડોલરનો દંડ

અમેરિકામાં કર્મચારીઓનું શોષણ કરનારા ત્રણ ગુજરાતીઓને ૧.૪૬ મિલિયન ડોલરનો દંડ

 નવી દિલ્હી,

મજૂરોને ગેરકાયદેસર રીતે ‘ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટર’ તરીકે દર્શાવાયા હતા

અમેરિકાના બોસ્ટન વિસ્તારમાં આવેલા લોકપ્રિય ફૂડ આઉટલેટ ‘ડંકીન ડોનેટ્સના ફ્રેન્ચાઇઝી સંચાલકો સામે સ્થાનિક તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં કૌભાંડ આચરનાર ત્રણ ગુજરાતીઓ સહિત સંલગ્ન એજન્સીઓ વિરુદ્ધ શ્રમ કાયદાના ભંગ બદલ કડક પગલાં લેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ સંચાલકોએ પોતાના વ્યવસાયમાં ગેરરીતિ આચરીને કર્મચારીઓના હકો પર તરાપ મારી હતી.

તંત્રની તપાસમાં બહાર આવ્યું છે કે ડંકીન ડોનટ્સના આ યુનિટ્સમાં કામ કરતા ૧૦૦ કરતાં વધુ શ્રમિકો અને કર્મચારીઓને નિયમો વિરુદ્ધ જઈને ‘ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટર’ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ પદ્ધતિનો હેતુ ઓવરટાઇમ તેમજ અન્ય કાયદેસરના લાભો આપવાનું ટાળવાનો હતો. કર્મચારીઓના આ પ્રકારે થયેલા આર્થિક શોષણ અને શ્રમ કાયદાના ઉલ્લંઘનને ગંભીરતાથી લઈને સત્તાવાળાઓએ કુલ ૧.૪૬ મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ મામલો વિદેશી ધરતી પર શ્રમિકોના અધિકારો અને શ્રમ કાયદાના પાલન અંગે ફરી એકવાર લાલબત્તી સમાન સાબિત થયો છે, જ્યાં કાયદો તોડનારાઓ સામે વહીવટી તંત્ર દ્વારા સૂરસૂરિયું કરવાના બદલે સખત નાણાકીય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ