ભાયાવદરમાં સેક્સ સ્ટેમિના વધારવાની દવાના નામે ચાલતાં ત્રણ બોગસ કોલ સેન્ટર ઝડપાયા Oct 23, 2026 ભાયાવદર,ઓર્ડર બુક કરાવનારા ગ્રાહકને ઘરે જાણ કરી દેવાની ધમકી આપી પૈસા પણ પડાવતા હતાભાયાવદરના ઉમિયાનગર સિનેમા રોડ અને મતવા શેરીમાં ધમધમતા કોલ સેન્ટરમાંથી ખોડીદાસ હીરા માંકડીયા, કૌશિક અશોક વાળા, મીત હરસુખ બેડવા, ચેતન હેમંત રાઠોડ, અહેમદરજા અશરફ મુલતાની, રાજેશ નાથા પરમાર, મનવીર રાણા ખાંભલા, અહેમદરજા અનવર કાદરી, નાસીર દોસમામદ લાખા અને જીલ દિનેશ ખાણીયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હાર્દિક ભરત ખાંભલા, જયદીપ સુરેશ ગોહિલ, ફૈઝલ રજાક, નિશાંત સુભાષ ભટ્ટ અને રાહુલ નામના પાંચ ફરાર શખ્સોને શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસે ત્રણેય કોલ સેન્ટરમાંથી મળીને 18 લેપટોપ 23 મોબાઈલ સહિત રૂ.5.16,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સેક્સ સ્ટેમિના વધારવાની દવાઓ વેચવાના બહાને ધમધમતાં ત્રણ ગેરકાયદે કોલ સેન્ટરના માધ્યમથી દેશભરના નાગરિકોને શિકાર બનાવવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કોલ સેન્ટરો પરથી માત્ર સેક્સ સ્ટેમિના વધારવાના દાવા કરતી બનાવટી અને શંકાસ્પદ દવાઓ જ નહીં, પરંતુ ડાયાબિટીસ તથા વજન ઘટાડવાની દવાઓનું પણ ઓનલાઇન વેચાણ કરવામાં આવતું હતું. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર આકર્ષક જાહેરાતો આપીને ગ્રાહકોને ફસાવવામાં આવતા હતા અને મોંઘી કિંમતે નકલી દવાઓ ધબડવામાં આવતી હતી. જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરાવે તો ઘરે જાણ કરી દેવાનું કહી દવા આપ્યા વગર જ પૈસા પડાવી લેવામાં આવતા હતા. Previous Post Next Post