ગોંડલ હાઇવે પર હોટલના પાર્કિંગમાં કારનો કાચ તોડી રૂ. ૩ લાખની રોકડની ચોરી

ગોંડલ હાઇવે પર હોટલના પાર્કિંગમાં કારનો કાચ તોડી રૂ. ૩ લાખની રોકડની ચોરી

ગોંડલ,

હોટલ બહાર પાર્ક કરેલ વાહનને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ સેરવી ફરાર

ગોંડલ હાઇવે પર પારડી કોરાટ ચોક પાસે આવેલા જય ખોડિયાર હોટલના પાર્કિંગમાં ઊભી રાખેલી એક કારની બારીનો કાચ તોડીને અંદર મૂકેલી રૂ. ૩ લાખ જેટલી માતબર રોકડ રકમની ચોરી કરી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા.

વાહન માલિક ભોજન માટે ગોંડલ હાઇવે પર આવેલી આ હોટલ પર રોકાયા હતા અને પોતાની કાર હોટલના પાર્કિંગમાં સુરક્ષિત રીતે પાર્ક કરી હતી. આ દરમિયાન તસ્કરોએ ચાલાકીપૂર્વક કારની બારીનો કાચ તોડી નાખ્યો હતો અને અંદર મૂકેલા રોકડા રૂપિયા ત્રણ લાખ સેરવી લીધા હતા. ઘટનાની જાણ થતાં જ કારચાલક દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા અને તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

You may also like

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

વારાણસીમાં ભાજપે MLC શિક્ષક બેઠક ગુમાવી, સ્નાતકમાં પણ સપા આગળ

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જિયોનું શાનદાર લિસ્ટિંગ