શરદ પૂનમની રાતે રેસકોર્સમાં રાસ-ગરબા અને દૂધપૌંવા પ્રસાદનું આયોજન

શરદ પૂનમની રાતે રેસકોર્સમાં રાસ-ગરબા અને દૂધપૌંવા પ્રસાદનું આયોજન

રાજકોટ,

અતિશય ભીડથી વ્યવસ્થા ન બગડે તે માટે મનપા દ્વારા પ્રસાદની જાહેરાત ટાળવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી રવિવારે ભવ્ય રાસ-ગરબા અને પરંપરાગત દૂધપૌંવા પ્રસાદ વિતરણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂર્ણિમાના આ આનંદોત્સવમાં મોટી સંખ્યામાં શહેરીજનો ભાગ લેવાના છે. ગત વર્ષોમાં પ્રસાદ વિતરણ વખતે અણધારી ભારે ભીડ ઉમટી પડવાને કારણે વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી સર્જાઈ હતી. આ અનુભવમાંથી બોધપાઠ લઈને આ વર્ષે મનપાના સત્તાધીશો દ્વારા અતિશય ભીડ કે અફરાતફરીની સ્થિતિ ન સર્જાય તે માટે અગાઉથી દૂધપૌંવા પ્રસાદ વિતરણ અંગેની ખુલ્લી જાહેરાત કરવાનું ટાળ્યું હતું.

જો કે, આયોજન મુજબ રવિવારે સાંજે રેસકોર્સ ખાતે ખેલૈયાઓ માટે રાસ-ગરબાની રમઝટ જામશે અને ત્યારબાદ મનપા દ્વારા હાજર રહેનારા નાગરિકો માટે દૂધપૌંવાના પ્રસાદનું આયોજન પણ યથાવત રાખવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા બંદોબસ્ત વચ્ચે આ ઉત્સવ દીપી ઉઠશે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ