રશિયા વિરુદ્ધના કઠોર કાયદા પર ટ્રમ્પના હસ્તાક્ષર: ભારત સહિતના દેશો પર 100 ટકા ટેરિફનું સંકટ

રશિયા વિરુદ્ધના કઠોર કાયદા પર ટ્રમ્પના હસ્તાક્ષર: ભારત સહિતના દેશો પર 100 ટકા ટેરિફનું સંકટ

નવી દિલ્હી ,

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સામે એક અત્યંત કડક પગલું ભરતા નવા પ્રતિબંધક કાયદાને મંજૂરીની સત્તા આપતી હસ્તાક્ષર પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. આ નવા કાયદા હેઠળ અમેરિકાને રશિયા અને ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ કે કુદરતી ગેસની આયાત કરતા દેશો પર ૧૦૦% સુધીનો જંગી ટેરિફ  લાદવાની સત્તા પ્રાપ્ત થઈ છે. આ કાયદો અમલી બનતા ભારત જેવા દેશો માટે સીધી અને ગંભીર અસર ઊભી થઈ શકે છે, કારણ કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટા પ્રમાણમાં રશિયન ઓઈલની આયાત કરે છે.

બંને ગૃહની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના પર સત્તાવાર હસ્તાક્ષર કરી દીધા છે. 'લિંડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬' નામે ઓળખાતા આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાને આર્થિક રીતે નબળો પાડીને યુક્રેન સામેના યુદ્ધને રોકવાનો છે.

આ નવા કાયદાથી ભારતની ઊર્જા સુરક્ષા સામે મોટો પડકાર ખડો થયો છે. જો કે, ભારતીય વિદેશ મંત્રાલયે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત તેના ૧.૪ અબજ લોકોની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને વૈશ્વિક બજારની સ્થિતિ મુજબ વિવિધ સ્ત્રોતો દ્વારા આયાત જારી રાખશે. આ કાયદાના અમલીકરણથી ભારત-અમેરિકાના વેપાર સંબંધોમાં આગામી સમયમાં નવી ઉથલપાથલ સર્જાઈ શકે છે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત