ઉધમપુરમાં અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના બે  આતંકીઓ ઠાર

ઉધમપુરમાં અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ ઠાર

ઉધમપુર,

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ સાથે એનકાઉન્ટર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને આતંકવાદ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, જમ્મુ-કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ભારે અથડામણમાં પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ના બે કુખ્યાત આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ પણ મક્કમતાપૂર્વક જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં બંને આતંકીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશન બાદ સુરક્ષા દળો દ્વારા આસપાસના વિસ્તારોમાં હજુ પણ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે જેથી અન્ય કોઈ શંકાસ્પદ કે છુપાયેલા આતંકીઓ હોય તો તેમને શોધી શકાય.

You may also like

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

અગાઉની સરકારોએ ટેકાના ભાવે માત્ર ઠગ્યા છે: પી.એમ મોદી

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ

વીજ સંકટ વચ્ચે અમદાવાદ અને સુરતમાં દીપોત્સવી રોશની સીમિત કરાઈ