ફ્લાયદુબઈ વિમાન હાઈજેક કાવતરામાં માલદીવના બે પાયલટની ધરપકડ

ફ્લાયદુબઈ વિમાન હાઈજેક કાવતરામાં માલદીવના બે પાયલટની ધરપકડ

નવી દિલ્હી,
 
ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલા બાદ યુએઈ પોલીસની કાર્યવાહી

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ'ની ફ્લાઈટને હાઈજેક કરી ક્રેશ કરવાના ભયાનક આતંકવાદી કાવતરાના મામલે સંયુક્ત આરબ અમીરાત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સળવળાટ મચાવનારા આ કેસમાં ફ્લાયદુબઈ એરલાઈન્સમાં જ ફરજ બજાવતા માલદીવના બે પાયલટની યુએઈ પોલીસે અટકાયત કરી છે.

આ સમગ્ર સનસનાટીભરી ઘટના ૩૦ સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ફ્લાયદુબઈ વિમાનના ઓમાની કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામીએ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થઈને મુખ્ય ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછાર પર હથોડી/કુહાડી વડે જાનલેવા હુમલો કર્યો હતો. આ આતંકી ષડયંત્રના તાર શોધવા માટે યુએઈ પોલીસે ૩ ઓક્ટોબરે માલદીવના બે પાયલટોની ધરપકડ કરી હતી. આ હાઈજેક કાવતરા સાથે તેમનું શું કનેક્શન હતું તે અંગે ઊંડી તપાસ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર મામલામાં ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

You may also like

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લેટ નીરજ યાદવનો ઝેર પી આપઘાત

ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લેટ નીરજ યાદવનો ઝેર પી આપઘાત

ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ જાયદ II' સન્માન

ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ જાયદ II' સન્માન

એપીકે ફાઈલ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ રાજકોટ પોલીસના સકંજામાં

એપીકે ફાઈલ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ રાજકોટ પોલીસના સકંજામાં