ખાનગી હોસ્પિટલોની લૂંટ બંધ: તબીબી સેવાઓનું 'રેટ બોર્ડ' લગાવવું  ફરજિયાત

ખાનગી હોસ્પિટલોની લૂંટ બંધ: તબીબી સેવાઓનું 'રેટ બોર્ડ' લગાવવું ફરજિયાત

નવી દિલ્હી,

કેન્દ્રીય આરોગ્ય સચિવનો તમામ રાજ્યોને આદેશ

દેશની હોસ્પિટલોમાં સારવારના ખર્ચ અંગે વધતા વિવાદોને ડામવાના હેતુથી કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્ત્વનો આદેશ જારી કર્યો છે. નવા દિશાનિર્દેશો મુજબ હવે તમામ હોસ્પિટલોએ પોતાની સેવાઓ અને સારવારના દર દર્શાવતું રેટ લિસ્ટ (દર યાદી) મુખ્ય જગ્યાએ પ્રદર્શિત કરવું પડશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, 2010 ના નિયમ 9 નો ચુસ્ત અમલ કરવા સૂચના આપી છે. આ નિયમ હેઠળ પ્રાદેશિક ભાષા અને અંગ્રેજીમાં દરોનું વિવરણ દર્શાવવાનું રહેશે.

આ નિર્ણય આવકારતાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. દિલીપ ભાનુશાળી અને એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સના ડિરેક્ટર જનરલ ડો. ગિરધર જે. જ્ઞાનીએ જણાવ્યું હતું કે, બિલમાં પારદર્શિતા જરૂરી છે પરંતુ દર્દીની ગંભીરતા અને રોકાણ આધારે ખર્ચમાં તફાવત હોઈ શકે છે.

દેશમાં વાર્ષિક આશરે 5.2 મિલિયન દર્દીઓ તબીબી ભૂલોનો ભોગ બનતા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેને પગલે રાષ્ટ્રીય તબીબી આયોગે દરેક મેડિકલ સંસ્થાઓમાં 'દર્દી સલામતી અધિકારી'ની નિમણૂક તથા 11 ક્ષેત્રોમાં ચકાસણી કરતી ખાસ 'દર્દી સલામતી સમિતિ' રચવાનો આદેશ પણ આપ્યો છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ