સફર કરતાં થાપણ મોંઘી: અમદાવાદના૧૦ મેટ્રો સ્ટેશનો પર પે એન્ડ પાર્કિંગ ઝીંક્યું Oct 14, 2026 અમદાવાદ,AMC ફ્રી પાર્કિંગના વાયદા ભૂલી, ટિકિટ ભાડા કરતાં વાહન મુકવાનો ખર્ચ વધ્યોઅમદાવાદમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા મેટ્રો મુસાફરો માટે અમદાવાદી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો આર્થિક ઝટકો આપવામાં આવ્યો છે. મેટ્રો સ્ટેશનો નજીક મફત પાર્કિંગ સુવિધા પૂરી પાડવાની અગાઉની ખાતરીઓ વચ્ચે, તંત્રે હવે વલણ બદલીને શહેરના મુખ્ય ૧૦ મેટ્રો સ્ટેશનો નજીક 'પે એન્ડ પાર્કિંગ' નીતિ લાગુ કરવાનો આકરો નિર્ણય કર્યો છે.કોર્પોરેશન દ્વારા નવરંગપુરા (૩ પ્લોટ), સાબરમતી (૩ પ્લોટ), વસ્ત્રાલ (૨ પ્લોટ), એસ.પી. સ્ટેડિયમ (૨ પ્લોટ) અને રામોલ (૨ પ્લોટ) મળીને કુલ ૧૦ સ્થળોએ પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્લોટ્સની કુલ ક્ષમતા ૩,૩૪૨ ટુ-વ્હીલર અને ૨૦૦ ફોર-વ્હીલર વાહનો પાર્ક કરવાની છે. AMC દ્વારા માત્ર રૂ. ૧૩,૦૦૦ થી ૫૦,૦૦૦ ના માસિક ભાડે આ પ્લોટ્સ ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપવાની તૈયારીઓ કરી લેવાઈ છે.નવા ભાવપત્રક મુજબ કોન્ટ્રાક્ટરો ટુ-વ્હીલર માટે રૂ. ૫ થી ૫૦ અને ફોર-વ્હીલર માટે રૂ. ૧૫ થી ૧૨૦ સુધીનો ચાર્જ વસૂલશે. રોજના ૮ થી ૧૦ કલાક નોકરી કે અભ્યાસ અર્થે વાહન પાર્ક કરી મેટ્રોમાં પ્રવાસ કરતા દૈનિક મુસાફરોને રોજના રૂ. ૨૫ થી ૭૦ સુધીનો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે, જે તેમની મૂળ મેટ્રો ટિકિટના ભાડા કરતાં પણ વધી જશે અને મુસાફરોના ખિસ્સા પર સીધો બોજો નાખશે. Previous Post Next Post